________________
266
જૈનતત્વ વિચાર
અરસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે.
[ ૯૨ ] આત્મશ્રદ્ધા સુદઢ થવાને સહેલે અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની–સલ્લુરૂમુખે સમ્યગજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એ જ છે. આ જ કારણે બુદ્ધિના આઠ ગુણે પૈકી શુશ્રષાગુણને વધુ વજન આપવામાં આવ્યું છે.
[૯૩ ] શ્રદ્ધાની સાથે જે શુશ્રષાદિ બુદ્ધિના ગુણે ભળે તે જ શ્રદ્ધાની સ્થિરતા અને દૃઢતા રહે છે, પરંતુ એકલી બુદિધ કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની મૂખ્યતા અને બુદ્ધિની ગૌણતા સમજવી.
[ ૯૪ ] જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમકિતની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રો મોજુદ છે. તે સૂત્રોમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જો આપણે માનીએ-શ્રદ્ધા રાખીએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિતપ્રાપ્તિને એગ્ય બની શકાય.
[ ૯૫ ] માનવું અને પાળવું-એ બે વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાર્દિક ભાવના અને પાળવું એટલે અખલિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે કેજ્યારે શ્રદધાભાવિત હદય હાય.
માનીએ એમાં પ્રભુએ તે તેમના ભાતી નથી. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org