________________
234
રેનતત્વ વિચાર,
અર્થાત્ જે પોતાની સ્વરૂપ સત્તા છે તે વિશુદ્ધ કર ! એટલે –શુદ્ધ નિશ્ચયસ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું એવું અનુષ્ઠાન કર, કે જેથી જે સાધન વડે તે એવંભૂત આત્મરૂપ સાધ્ય સિદ્ધ થાય. ૭. “વ્યવહારદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.”
વ્યવહારદષ્ટિથી એટલે પરમાર્થ સાધક વ્યવહારદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! કારણ કે–સર્વ વ્યવહાર–સાધનનું એક જ સાધ્ય સ્વરૂપસિદ્ધિ છે. ૮. “એવભૂત દષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર.”
એવંભૂત-નિશ્ચયરૂપ શુદ્ધ સ્વરૂપદષ્ટિ લક્ષમાં રાખી વ્યવહાર વિનિવૃત્તિ કર! એવી ઉત્તરોત્તર ચઢતી આત્મદશા. ઉત્પન્ન કરતો જા, કે જેથી પછી વ્યવહાર–સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. (કારણ કે– સમસ્ત વ્યવરાર, નિશ્ચયની સિદ્ધિ માટે છે. તેની સિદ્ધિ થતી જાય છે, તેમાં તેમ વ્યવહારની નિવૃત્તિ થાય છે.)
૯. “શબ્દદષ્ટિથી એવભૂત પ્રત્યે જા.” | શબ્દષ્ટિથી એટલે આત્મા શબ્દના ખરેખરા અર્થમાં એવંભૂત–શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા! દાખલા તરીકે-જ્ઞાન-દર્શન ચારિત્ર પ્રત્યે ગમન કરે તે આત્મા. એમ “આત્મા શબ્દને અર્થ છે. આ શબ્દના યથર્થ અર્થરૂપ દષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ આત્મસ્વરૂપને પામ ! ૧૦. એવભૂતદષ્ટિથી શબ્દ નિર્વિકપ કર
એવભૂત-શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દને-યથાર્થ અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org