________________
244
જૈનતત્ત્વ વિચાર
વવુ' અને વીયના વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવુ. જ્ઞાન અને ક્રિયા–એ મને જીવનના છૂટા છૂટા છેડાએ છે. એ બન્ને છેડાએ ગેાઠવાય તા જ ફળસાધક અને અન્યથા નહિ. આ ખાખતમાં અંધ-પશુ ન્યાય પ્રસિધ્ધ છે.
[ ૯ ]
જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હાય, પણ સમ્યક્ ચારિત્ર સિવાયનું જ્ઞાન પાંગળુ છે. જેમ પાંગળો માણસ ભલે દેખતે હાય, પરંતુ પગ વિના મળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટસ્થાને જઇ શકતા નથી, તેમ જ્ઞાનીએ જ્ઞાનબળે ભલે દેખતાં હાય પણ તે સ સંવર (ચારિત્ર) ક્રિયારૂપ પગ વગર દાવા નળથી ખચી કદી મુક્તિ મુકામે જઈ શકતા નથી.
[ ૧૦ ]
શ્રી જૈનશાસનરૂપી રથને નિશ્ચયનય અને વ્યવહાર નય એમ એ ચક્રો છે. જેઓ એ બે ચક્રોમાંથી એક પણ ચક્રના ઈન્કાર કરનારા હાય અગર તેમ નહિ તે એકમાં જ રાચતા હાય તેએ અને એ ઉભયને યથાસ્થિત સ્વકારી અને અમલ નહિ કરનારાઓ-બન્નેય રથને ભાંગી નાંખવાનુ પાપ કરનારા છે.
[ ૧૧ ]
જેમ એ નેત્રા વિના વસ્તુનું અવલેાકન ખરાખર થતુ નથી, તેમ એ નય વિના દ્રબ્યાનુ અવલેાકન યથાર્થ થતુ નથી. કેટલાક જીવો વ્યવહારનય વિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે, જ્યારે કેટલાક વા નિશ્ચયનય વિના એકલા વ્યવહારનયથી માર્ગ પતિત થયાં છે—એમ શ્રી તીર્થ”કરદેવાએ કહ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org