________________
242
જૈનતર વિચાર
[૪] જ્ઞાન જ્ઞાન તરીકે સાધ્ય નથી, પણ કિયાના સાધન તરીકે સાધ્ય છે.
જૈનદર્શન જ્ઞાનને જ્ઞાન તરીકે માનતું નથી, પણ જ્ઞાન આચરણમાં મૂકવા માટે માનવામાં આવે છે.
જ્ઞાનનું–જાણવાનું ફળ એ જ કે–અનર્થથી બચવું અને ઈષ્ટનું સંરક્ષણ કરવું. આથી જ કહ્યું છે કે-જૈનદર્શનમાં જ્ઞાન જ્ઞાન માટે નથી.
શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યકત્વ વિના ભાવજ્ઞાન થતું નથી.
વાચના (વાંચવું), પૃચ્છના (પૂછવું), પરાવર્તન (ફરી ફરી વિચારવું) અને ધર્મકથા (ધર્મવિષયની કથા) કરવીએ ચાર દ્રશ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર પછી અનુપ્રેક્ષા (મનનરૂપ ઉપાગ) ન આવે તે દ્રવ્યરૂપ સમજવા.
જીવ-અજીવ આદિ તેનું જ્ઞાન પણ આત્મજ્ઞાન માટે જ છે, એટલે તે જાણવું એ આત્મજ્ઞાનનું પ્રજન છે.
[૭] - કિયાં વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની કિયા સફળ નથી, એટલે કિયા હોય તે જ જ્ઞાન કહેવાય છે અને જ્ઞાન હોય તે જ ક્રિયા કહેવાય છે. બન્નેમાં ગણ–પ્રધાનભાવથી દશાને ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org