________________
ચિંતન કણિકા
245
[૧૨] સિધ્ધાન્તમાં જ્યાં નિશ્ચયધર્મનું વર્ણન છે, ત્યાં નિશ્ચયધર્મને આદર કરવા માટે છે પણ વ્યવહારધર્મને ખંડન માટે નથી, તેમ વ્યવહારધર્મનું વર્ણન છે, ત્યાં વ્યવહારધર્મના આદર માટે છે પણ નિશ્ચયધર્મના ખંડન અર્થે નથી. વ્યવહાર અને નિશ્ચયધર્મની ગણતા–મૂખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે.
[ ૧૩ ] વ્યવહાર અને નિશ્ચય-એ બને નયને ગૌ-મૂખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુને યથાર્થ બેધ થાય છે. જે વખતે વ્યવહારની મૂખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મૂખ્યતા હોય તે વખતે વ્યવહારની ગણતા હેય ઃ આમ બન્ને નયદષ્ટિએમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેનો ઉપગ બીજી દષ્ટિને તિરસ્કાર ન કરતાં સમભાવની દષ્ટિએ કરવામાં આવે તે વસ્તુતત્ત્વને યથાર્થ અનુભવ થાય છે.
| [ ૧૪ ] પિતાના શુધ્ધ આત્માને મૂકીને કેઈ સ્થળે કઈ કાળે કોઈ પણ પ્રકારે શુદધ નિશ્ચયનય બીજાને સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું આલંબન લઈ નિશ્ચયમાં પહોંચે છે, આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તતે હોવાથી તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org