________________
236
જૈનતત્ત્વ વિચાર સ્થિત થઈ ચૂક્યું છે, એટલે હવે જૂદી એવી એવંભૂતદષ્ટિ રહી નથી. દૃષ્ટિ અને સ્થિતિ બને એકરૂપ–એકાકાર થઈ ગયા છે, એકમેકમાં સમાઈ ગયા છે, તન્મય થઈ ગયા છે; એટલે હવે એનું અલગ-જુદું ગ્રહણ કરવાપણું રહ્યું નથી. દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ” તે ઉત્પન્ન કરી દીધી છે, માટે હે પરબ્રહ્મ! હવે તે એવંભૂતદષ્ટિને પણ સમાવી દે, કારણ કેતે તું જ છે. દષ્ટિ અને સ્થિતિની એકરૂપતારૂપ પરમ સિદ્ધ અભેદરૂપ, પરમ નિશ્ચયરૂપ તેમજ પરમ ગદશાને તું પામ્યા છે.
|_|
|
|
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org