________________
શ્રી જ્ઞાનસારના બત્રીસ અષ્ટકને સંક્ષિપ્ત સાર
231
પ્રતિબિંબ પડે છે, તેમ નિર્મળ અંતરાત્મામાં પરમાત્માની સમાપત્તિ થાય છે એમ ધ્યાનના ત્રિવિધ ફળથી વીસસ્થાનક તપ વિગેરે ઘટે છે. ઉક્ત ત્રિવિધ ધ્યાનફળરહિત તપાદિ કષ્ટ તે અભવ્ય આદિને પણ સંસારમાં દુર્લભ નથી.
૩૧, તપ-કર્મોનું જવલન કરવાથી જ્ઞાન એ જ તપ છે, એમ તત્વ કહે છે. તે આત્યંતર તપ ઈષ્ટ છે. બાહ્ય તપ તેને વધારનાર છે. અજ્ઞાનીની સંસારના પ્રવાહને અનુસરનારી “હું લોકેની સાથે હોઈશ” ઈત્યાદિ લક્ષણવાળી આનુબ્રોતસિકી પ્રવૃત્તિ હોય છે અને જ્ઞાનવંતની પ્રતિશ્રોતસામે પૂરે ચાલવારૂપ ધર્મસંસામૂલક ઉગ્ર માસક્ષપણાદિ પ્રવૃત્તિ હોય છે. એથી જ ચતુર્ણાની પિતે તદ્દભવસિદ્ધિગામી છે, એમ જાણતાં છતાં તપ આદરે છે. ભવથી વિરકત થયેલા તત્ત્વજ્ઞાનના અથને ધનના અથીની જેમ સીત-તાપાદિ દુઃસહ નથી. તે જ તપ કર. કે જેને વિષે દુર્થાન નથી, ગહીન થતાં નથી અને ઇન્દ્રિયને નાશ થતો નથી.
૩ર, સર્વનય આશ્રય–જે ચારિત્રગુણમાં લીન છે, તે સર્વ નયના ધારક હોય છે. સમવૃત્તિવાળા સર્વ નયાશ્ચિત જ્ઞાની આત્મસુખને આસ્વાદ કરે છે. સર્વ નયના જાણનારાઓનું તટસ્થપણું લેકને વિષે ઉપકારરૂપ થાય છે. પૃથક નય કરીને જે મૂઢ છે, તેને અહંકારની પીડા અને કલહફળની પ્રાપ્તિ થાય છે. લોકના હિતને માટે સર્વ નયાશ્રિત મત જેણે પ્રકાશિત કર્યો છે અને જેના ચિત્તમાં તે પરિણત થયે છે તેને વારંવાર નમસ્કાર છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org