________________
શ્રી જ્ઞાનસારના બત્રીસ અષ્ટકને સંક્ષિપ્ત સાર 225 છે અને જડ-ચેતન લક્ષથી તેની વ્યવસ્થા કરીને પૃથફ કરે છે તે ભેદજ્ઞાની મુનિરાજ વિદ્યાવાન છે.
૧૫. વિવેક- આત્મા આત્માને, આત્માએ કરીને આત્માને માટે આત્માથી આત્માને વિષે જાણે, તે છ કારક છે. એ છ કારક જેને સાધકપણે પરિણમ્યા છે, તે મહાભાગને જડ-વિષમ એવા અવિવેકરૂપી જવરની સાથે આસકત થવાનું કયાંથી હોય? સંસારમાં શરીર, આત્મા અને આદિ શબ્દથી વચન, ચિત્ત, ચૈતન્યાદિનો અવિવેક-અભેદ એ સદા સુલભ છે, તે દેહાત્માદિનું ભેદ પરિજ્ઞાન–આત્માની એકતાને નિશ્ચય કેટિ જન્માવડે દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ જીવો શરીર અને આત્માની અભેદવાસનાથી વાસિત જ છે. ભેદજ્ઞાની કેઈક જ હોય છે. એવા ભેદજ્ઞાની તે જ વિવેકવાન કહેવાય છે.
૧૬. માધ્યશ્ય-સ્વપક્ષમાં સત્ય અને પરપક્ષમાં નિષ્ફળ એવા નમાં જેનું મન તુલ્ય સ્વભાવવાળું છે, તે મહામુનિને મધ્યસ્થ જાણવા. તે અપક્ષપાતપણાએ કરીને તત્ત્વની પરીક્ષા કરનાર છે એમ સમજવું, પરંતુ એક નયપક્ષી મધ્યસ્થ થઈ શકે નહિ. સર્વ પ્રાણીઓ પોતાના કર્મકૃત આવેશવાળા છે અને પિતાના કર્મ ભોગવે છે. તેમની પ્રત્યે મધ્યસ્થ પુરૂષ રાગદ્વેષ નહિ ધરતાં સમવૃત્તિથી રહે છે. પરચિંતા રાગાદિને હેતુ છે અને આત્મચિંતા પરમ સુખ આપનાર છે. મધ્યસ્થ પુરૂષને મનરૂપી વાડ યુક્તિરૂપી ગાયની પાછળ જાય છે, જ્યારે કદાગ્રહીને મનરૂપી મર્કટ તેને પૂંછડાથી
3 . ખેંચે છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org