________________
192
જેનતત્ત્વ વિચાર
જેસથી જે પ્રબળ કાર્ય થાય છે, તે પ્રવાહની જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહ વહન થતું અને તેથી મજબૂત થયેલું પ્રબળ મન થેડા વખતમાં જે કાર્ય કરી શકશે, તે અસ્તવ્યસ્ત જૂદા જૂદા વહન થતા મનના પ્રવાહ નહિ જ કરી શકે. આ માટે જ એકાગ્રતાના મહાન ઉપયોગીપણા વિષે દરેક મહાપુરુષોએ વિશેષ આગ્રહ કર્યો છે.
આ પ્રમાણે કોઈ એક પદાર્થ ઉપર એકાગ્રતા કરવામાં મન પૂર્ણ ફરહ મેળવે. અર્થાત્“મુહૂર્તા સુધી પૂર્ણ એકાગ્રતામાં મન રહી શકે. ત્યાર પછી તે પદાર્થના વિચારને મૂકી દે એને કઈ પણ પદાર્થના ચિંતન તરફ મનને પ્રેર્યા વિના ધારી રાખવું.” આ અવસ્થામાં મન કેઈપણ આકા૨૫ણે પરિણમેલું હોતું નથી, પણ તરંગ વિનાના સરોવરની માફક શાંત અવરથામાં રહે છે. આ અવસ્થા સ્વલપકાળ રહે છે. આ અવસરે મન શાંત થાય છે. અર્થાત મનપણે પરિણમેલ આત્મા મનથી છૂટો પડી પોતાપણે (પણે) સ્વસ્વરૂપે રહે છે.
આ સ્વલ્પ વખતની પણ ઉત્તમ અવસ્થાને “લય” અવસ્થા કહેવામાં આવે છે. આ “લય” અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં “તત્ત્વજ્ઞાન–આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ બાબત આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે
" यावत् प्रयत्नलेशो, यावत्सकल्पना कापि । तावन्न लयस्य प्राप्तिस्तत्वज्ञानस्य तु का कथा ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org