________________
મનને વશ કરવાને ઉલય
201
પ્રજને જેવા–તેવા વિચારે કર્યા કરે છે અને પ્રેર્ય—પ્રેરક ભાવની ભિન્નતા તેઓમાં રહેતી નથી. એક જંગલી માણસ કે અજ્ઞાન પશુ આડુંઅવળું વિના પ્રજને જેમ-તેમ ફર્યા કરતું હોય, તેમ તેઓના મનમાં વગર કિંમતના વિચારે આમતેમ ઘૂમ્યા કરે છે અને તેના પરિણામનું પણ તેઓને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યના મન વિકળ કે અસ્તવ્યસ્ત કહેવાય છે.
પરિશ્રમ કરતાં પણ આવી વિકળતાથી મનુષ્ય ઘણું જીર્ણ થાય છે. પરિશ્રમ અધિક લાગતો ન હોય તે જેમ યંત્રને હાનિ થતી નથી પણ ઊલટું પ્રબળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક યંત્રને મેટી હાનિ પહોંચે છે. આવી વિકતાવાળા વિચારેનું કારણ તપાસતાં જણાશે કે–તેઓ નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શેક કે તેવા જ કોઈ કારણથી પીડાતા હોય છે. આવા મનુષ્યએ આ વિકળતાવાળી સ્થિતિમાંથી મુક્ત થવા માટે કર્મના ઉત્તમ નિયમ ઉપર આધાર રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. તેઓએ આ પ્રમાણે સંતોષવૃત્તિ હદયમાં સ્થાપન કરવી કે-“કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાતે બને છે,” અકસમાત્ કાંઈ પણ થતું નથી. જે કાંઈ કર્મ પ્રાપ્ત કરાવે છે, તે જ આપણને પ્રાપ્ત થાય છે. પછી તે ગમે તે રસ્તેથી આવે. જેવી હાનિ આપણું ભાગ્યમાં નથી–કર્મમાં નથી, તેવી હાનિ આપણને કેઈ કરી શકે નહિ. જે દુઃખ કે પીડા પૂર્વકૃત કમથી આપણી સન્મુખ આવે તે ભેગવવાને સજજ થવું, શાંતિથી તેને સ્વીકાર કરે તથા તેને અનુકૂળ થવું. આ જ નિયમને આધીન થવાથી તેની તેવી વેદના કે વિકળતા ઘણે અંશે ઓછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org