________________
212
જનતત્ત્વ વિચાર
પરમાત્માના નામનું સ્મરણ ગરીબ અને ધનાઢય, બાળ યુવાન અને વૃદ્ધ, સુખ અને દુઃખી-દરેક જી કરી શકે છે. જેને વખત ઓછા મળતું હોય તેવા હાલતાં, ચાલતાં સૂતાં, બેસતાં અને કામ કાજ કરતાં પણ પ્રભુસ્મરણ કરી શકે છે. વસ્ત્ર કે શરીરની શુદ્ધિ ન હોય તો પણ હેઠ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધો નથી. ચાલવાનું કામ પગનું છે, તે વખતે પણ મનને જાપના કામમાં જોડવામાં આવે તે જાપ થઈ શકે છે. જ્યારે રેલ્વેમાં કે વાહનમાં મુસાફરી કરતા હો ત્યારે પણ તમે ત્યાં બેઠા બેઠા મનમાં જાપ કરી શકે છે. પથારીમાં સુતા સુતાં પણ જ્યાં સુધી નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય તે સ્વપ્ન પણ સારાં આવે છે. મતલબ કે-ગમે તે વખતે અને ગમે તે સ્થાને અશુચિરસ્થાન વજીને જાપ કરવામાં વાંધો નથી.
મનુષ્યનું આયુષ્ય ગમે તે પ્રકારે પૂરું થવાનું છે, પણ પિતાના જીવનમાં એકાદ મહત્ત્વનું કાર્ય કર્યું હોય તો ભાવી જીદગી સુખી બને છે.
વ્યવહારના કોઈ પણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, કાર્ય પૂરું થાય કે તરત પ્રભુનું નામ યાદ આવે અને સ્વપ્નદશામાં પણ પરમાત્માનું સ્મરણ ચાલુ રહે, આટલી સ્થિતિ મનુષ્ય આ જીવનમાં પ્રાપ્ત કરે, તે તેણે મનુષ્યજીવનમાં સારી કમાણી કરી ગણાય અને તેને જન્મ સફલ થી કહેવાય.
જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પિતાનું સાપ્ય સ્મરણમાં રહે, મેરેમાં પિતાનું લક્ષ પરિણમી રહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org