________________
હas
વ્યવહારસત્ય
અને પરમાર્થ સત્ય
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું, તે સત્ય “વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય” એમ બે પ્રકારે છે.
પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બી જે કઈ પદાર્થ આત્માને થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી ભાષા બોલવામાં દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કઈ મારૂં નથી, એ ઉપગ રહેવો જોઈએ. અન્ય આત્મા સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદભાવ, તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નયથી કાર્યને માટે બોલવામાં આવે છે, એવા ઉપયોગપૂર્વક બોલાય છે તે પારમાર્થિક ભાષા છે, એમ સમજવાનું છે.
દષ્ટાંત તરીકે એક માણસ પિતાના આરેપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતે હોય તે વખતે વક્તા સ્પષ્ટપણે તે પદાર્થથી હું ભિન્ન છું અને તે મારા નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તે તે સત્ય કહેવાય. જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલણા રાણીનું વર્ણન કરતાં હોય તેઓ બંને આત્મા હતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org