________________
216
જૈનતવ વિચાર
બંધતું બંધ થાય છે, કારના જાપથી આપણી તરફ પવિત્ર પરમાણુઓ ખેંચાઈ આવે છે. આપણી આજુબાજુનું વાતા. વરણ પવિત્ર થાય છે. મન–શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે. સંકલ્પ શુદ્ધ થાય છે. પાપ ઘટે છે. પ્રભુના માર્ગમાં આગળ વધવાના અધિકારી થઈએ છીએ, લોકપ્રિય થવાય છે. વ્યવહારની મુંજવણ ઓછી થાય છે. તેમજ લાંબા વખતે વચનસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આ સર્વ પરમાત્માના નામ મરણથી થાય છે.
ટૂંકામાં કહીએ તે મનને પવિત્ર કરી શ્રદ્ધા, ભક્તિ અને સ્થિરતાપૂર્વક આ જાપ જપવાથી કમરને ક્ષય થાય છે તથા દરેક મનઃકામના સિદ્ધ થાય છે. અવધિજ્ઞાન જેવા વિશુદ્ધ જ્ઞાન પણ આ જાપથી પ્રગટે છે. આ જાપ સર્વ ગુણેને બનેલે છે.
કઈ પણ ધર્મને બાધ ન આવે, તે આ જાપ છે, કેમકે–કઈ પણ ધર્મનું આમાં વિશેષ નામ નથી. પણ સામાન્ય નામ છે કે–વિશ્વમાં કોઈપણ લાયકમાં લાયક તત્વ હેય તેને હું નમસ્કાર કરું છું. એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યએ કરવા યેગ્ય છે.
આગળ વધવા ઇચ્છનારને આ જાપ–એ પ્રથમ ભૂમિકા છે. આંખ બંધ કરી ભૃકુટિની અંદર ઉપગ આપી ઊઘાડી આંખે જેમ જોઈએ તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં છે જ નમઃ આ મંત્રનો જાપ કરે.
જે મનુષ્ય સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ મંત્રપદને ચોગ્ય રીતિએ જાપ કરે છે. તેના સર્વ મને રથ સફલ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org