________________
શ્રી જ્ઞાનસારના બત્રીશ અષ્ટકનો સંક્ષિપ્ત સાર
૧, પૂર્ણતા–પગલિક ઉપાધિથી રહિત સ્વભાવ જનિત પૂર્ણતા એ જ પૂર્ણતા. જે વસ્તુઓથી કૃપણ પિતાને પૂર્ણ માને છે, તેને ત્યાગ તે જ સાચી પૂર્ણતા છે. વિવેકી પુરૂષની દૃષ્ટિ પૂર્ણાનંદરૂપી અમૃતથી નિગ્ધ થયેલી હોય છે.
૨. મગ્નતા-પાંચ ઈન્દ્રિયોને પિતાના વ્યાપારથી પર બનાવીને અને મનને એકાગ્ર કરીને જ્ઞાનસ્વરૂપ એવા પર બ્રહ્મને વિષે વિશ્રાતિને ધારણ કરે છે, તે મગ્નતા કહેવાય છે, અર્થાત્ સ્વ-સ્વભાવમાં સ્થિરતા કરવાથી મગ્નતા પ્રાપ્ત થાય છે. પરભાવને વિષે આત્માનું કર્તાપણું નથી, પરંતુ જ્ઞાનરૂપ માત્ર ક્રિયા છે. જ્ઞાનનું સુખ સ્વાધીન છે, સ્વભાવિક છે, કષ્ટરહિત છે અને બીજું સુખ તેથી વિપરીત છે. ભૌતિક સમૃદ્ધિથી પિતાને સુખી માનનાર ચક્રવતી જેવા પણ એક ક્ષણમાં રંક થઈ જાય છે, જેથી તે સુખ અસ્થિર છે.
૩. સ્થિરતા-ચિત્તની અસ્થિરતા–ચંચલતનો નાશ થવાથી સ્થિરતા પ્રગટે છે, અર્થાત્ સંકલ્પ-વિકલ્પને ત્યાગ થવાથી સ્થિરતા પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org