________________
» é fમ: મંત્રના જાપનું
માહાસ્ય
એક રાજા અને એક રંક, એક સુખી અને એક દુઃખી એક રેગી અને એક નિરોગી–આવી વિવિધતાઓ વિશ્વમાં આપણી નજરે પડે છે, તેનું ખરું કારણ પુન્ય અને પાપ છે. પુન્યથી જ સુખી થાય છે અને પાપથી જ દુઃખી થાય છે.
વિશ્વમાં કાર્યકારણના નિયમ અચળ છે. કારણ વિના કાર્ય થતું નથી. સુખ–દુઃખ ઉત્પન્ન થવાનાં કાર્યો તેના કારણની અપેક્ષા રાખે છે. કારણ પહેલું અને કાર્ય પછી. આ નિયમાનુસાર અત્યારની મનુષ્યની સ્થિત પૂર્વનાં કર્માનુસાર બનેલી છે.
ધનાદિ અનુકૂળ સાધનની પ્રાપ્તિમાં પુરુષાર્થની સાથે પુન્યપ્રકૃતિ હોય તે જ મનુષ્ય સફળતા પામે છે. પરમાર્થ અને પરોપકારનાં કાર્યોથી જીવો પુન્ય ઉપાર્જન કરે છે. મન વચન–શરીર અને ધનાદિને સદુપયોગ કરવાથી પુન્ય બંધાય છે અને તેથી જ સુખી થાય છે. પરમાત્માનું સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થાય છે અને વિશેષ પ્રકારે પુન્ય બંધાય છે જીવ ઉત્તરોત્તર આગળ વધે છે. '
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org