________________
207
મહાસમાધિનાં બીજ
૨. મેદાણ–(મેધાવડે) મેધા એ જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતે ગ્રન્થગ્રહણ પટુ પરિણામ–એક પ્રકારને સદ્ગસ્થમાં પ્રવૃત્તિ કરાવનારે પરિણામ છે અને પાપકૃતની અવજ્ઞા કરાવનાર તથા ગુરુવિનયાદિ વિધિમાં જોડનારો ચિત્તનો ધર્મ છે. શાસ્ત્રમાં એને “આતુર ઔષધાતિ–ઉપાદેયતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કેઈ બુદ્ધિમાન રોગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ટ ફલને અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દુર કરી તેના ઉપર જ તેને મહાન ઉપાયભાવ અને ગ્રહણ કરવાને આદર રહે છે, તેમ મેઘાવી પુરુષને પિતાની મેઘા (બુદ્ધિ)ના સામર્થ્યથી સગ્રન્થને વિષે જ અત્યંત ઉપાયભાવ અને ગ્રહણાદર રહે છે, પણ બીજા ઉપર રહેતો નથી, કારણ કે સગ્રન્થને તેઓ ભાવ ઔષધરૂપ માને છે.
૩. થી- (ધૃતિવડે. ધૃતિ એ મોહનીય કર્મના ક્ષપશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિ છે. અવળે કલ્યા. ણના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દૃષ્ટાંતવડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશય રૂપ હોય છે. શાસ્ત્રમાં એને દરિદ્રને ચિન્તામણીની પ્રાપ્તિની ઉપમા આપવામાં આવી છે. જેમ દરિદ્રતાથી હણાએલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણની ખબર પડે ત્યારે “મિનો ત્ય” “હવે દરિદ્રપણું ગયું”—એ પ્રકારને માનસિક–સંતોષ થાય છે, તેમ જિનધર્મરૂપી ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થવાથી અને તેના મહિમાની ખબર પડવાથી “વફાની સાર-“હવે સંસાર કેણ માત્ર છે?” એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org