________________
મહાસમાધિનાં બીજ
દેવવંદન, ચૈત્યવંદન અને પ્રતિક્રમણાદિ ક્રિયામાં બેલવામાં આવતા “અરિહંતઈઆણં” ના કાઉસગ્નમાં “સદ્ધા, મેદ, ધી, ધાર, અજુદાઈ' –એ પાંચ ગુણો જે આવે છે, તેનું વિવેચન “દેવદર્શન' નામક ગ્રન્થ રત્નની કરેલ ફૂટનોટમાંથી સમજવા ગ્ય ઉપગી ધારી આ નીચે આપવામાં આવે છે. ૧. સદ્ધrg– (શ્રદ્ધાવડે.) શ્રદ્ધા એ મિથ્યાત્વમેહનીયકર્મના ક્ષપશમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષારૂપ એક પ્રકારની પ્રસન્નતા છે. આ શ્રદ્ધા જીવાદિ તાત્વિક પદાર્થને અનુસરનારી, ભ્રાંતિને નાશ કરનારી તથા કર્મફળ, કર્મ, સંબંધ અને કર્મના અસ્તિત્વની સમ્યફ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં એને “ઉદકપ્રસાદનમણિ'ની ઉપમા આપવામાં આવી છે. સરોવરમાં નાખેલ “ઉદકપ્રસાદમણિ જેમ પંકાદિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે, તેમ શ્રદ્ધામણિ પણ ચિત્તરૂપી સરોવરમાં રહેલ સંશય-વિપર્યયાદિ કાલુષ્યને દર કરી ભગવાન શ્રી અરિહંતપ્રણિત માર્ગ ઉપર સમ્યગભાવ ઉત્પન્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org