________________
202
જૈનતત્વ વિચાર
થઈ જશે. આવા વિચારોને નિત્ય અભ્યાસ રાખીએ તે. મનની વિકળતા દૂર થઈ જાય છે, કેમકે–સંતોષ કે વિચારની પ્રબળ શાંતિમાં વિકળતા સુખના આકારમાં બદલાઈ જાય છે.
મનથી થતી ક્રિયા અને વિરતિ આભેચ્છાએ મનન કરવું અને તેમ કરતાં આભેચ્છાએ વિરમવું. આ ઉભય શિક્ષાથી માનસિક બળની અધિક પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે મનન કરતાં હોઈએ ત્યારે આપણું સંપૂર્ણ મન તેમાં સ્થાપન કરવું જોઈએ, તેમજ સારામાં સારા વિચારે કરવા જોઈએ. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય. ત્યારે સંપૂર્ણ રીતે વિરામ કરે, પણ મેટા ખડકની સાથે અથડાતાં નાવની માફક એક વાર મનને સ્પર્શ કરે અને બીજી વાર તેને ત્યાગ કરે, વળી ગમે તે જાતિને વિચાર કર્યો તેને ત્યાગ કરી ત્રીજો વિચાર કર્યો, આવી અનિશ્ચિત સ્થિતિમાં મનને ભટકવા દેવું નહિ. ' “જ્યારે કામ ન કરવું હોય ત્યારે યંત્રને ગતિમાન રાખવાથી ઘસાઈ જાય છે, તેમ જ મનની અમૂલ્ય યંત્રરચનાને નિષ્ણજન વારંવાર ભ્રમણ કરતી રાખવામાં આવે તો તેથી કાંઈ પણ ઉપયોગી પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય તે જર્જરિત થઈ જાય છે અને અકસ્માત નાશ પામે છે.”
વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી? વિચારવૃત્તિને નિવૃત્ત કરવાનું આ કાર્ય સરળ નથી. વિચારકિયા કરતાં તે અધિક કઠિન છે. જ્યાં સુધી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org