________________
191
મનને વશ કરવાને ઉપાય કિયામાં પડતી નથી. આ ક્રિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યા વિના બીજે કઈ ઉપાય જ નથી. તે સિવાય આગળ વધી શકાય જ નહિ, માટે પ્રબળ પ્રયત્ન કરીને પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ.
એકાગ્રતા કરવાની રીતિ
અને ઉપયોગી સૂચના મનની અંદર ઉત્પન્ન થતાં વિકલ્પની અવગણના કરવી નહીં અને તેને મનથી કાંઈ ઉત્તર વાળવે નહીં. આ બે વાતે બુદ્ધિ તિણ કરી વારંવાર સ્મરણમાં રાખવી.” અભ્યાસ ચાલતી વખતે તો એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઈ પણ ઉત્તર વાળવામાં નથી આવતો અને અભ્યાસ દઢ થાય છે, ત્યારે વિચારને પ્રત્યુત્તર વાળવાની વૃત્તિઓ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ સામ્ય અવસ્થાની જરૂર છે, અર્થાત્ વિકલ્પ ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાને પ્રયત્ન પણ ન કરે અર્થાત્ સ્થિર શાંતતા રાખવી. તે શાંતતા એટલી પ્રબળ થવી જોઈએ કે-બાહ્યના કેઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર યા. વિષયાંતર ન જ થાય.
એકાગ્રતામાં ધ્યેયની એક આકૃતિ ઉપર જ (એક વિચાર ઉપર જ) મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શાંત થતી નથી, પણ પિતાની સમગ્ર શક્તિ એક જ માર્ગે વહન કરાવાય છે. નદીના અનેક જુદા જુદા વહન થતાં પ્રવાહ પ્રવાહના મૂળ બળને જુદા જુદા ભાગમાં વહેંચી નાખે છે અને તેથી પ્રવાહના મૂળ બળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org