________________
164
જૈનતત્ત્વ વિચાર
. એકદા વિહાર કરતાં અરણ્યમાં ગયે. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યું. તે ઠેકાણે સાર્થ આવીને રહ્યો. રાત્રિએ સાર્થપતિએ કહ્યું કે-હે મનુષ્ય ! પ્રાત:કાળે અહીંથી વહેલા ચાલવું છે, માટે વેલાસર ભેજનસામગ્રી તૈયાર કરી લે. તે સાંભળી સૌ રસોઈ કરવા લાગ્યા. તે વખતે અંધકાર હોવાથી એક માણસે મારા મસ્તક પાસે પત્થર મૂકીને ચુ કર્યો અને અગ્નિ સળગાવ્યું. તે અગ્નિ ગરમી લાગવાથી મેં મારું મસ્તક લઈ લીધું, તેથી મારે કાયગુપ્તિ પણ નથી, માટે હું ભિક્ષાને ચોગ્ય મુનિ નથી. આ પ્રમાણે તે મુનિના સત્ય ભાષણથી શ્રેષ્ઠિ બહુ હર્ષ પામ્યુ અને મુનિને પ્રતિલાલ્યા. આ રીતે બીજા સાધુએ પણ જેવું પિતામાં હોય તેવું સત્ય જણાવવું જોઈએ.
જે સમિતિથી યુક્ત છે તે નિશ્ચયે ગુપ્તિથી પણ યુક્ત જ છે, પરંતુ જે ગુતિથી યુક્ત છે તે સમિતિથી યુક્ત હેય પણ ખરે અને ન પણ હોય. કેમકે-કુશળ વાણી વદનાર એ વાગગુપ્તિથી યુક્ત હોઈ ભાષાસમિતિથી પણ યુક્ત છે.
ભાષાસમિતિને વચનગુપ્તિને વિષે, એણાસમિતિને મને ગુજિતને વિષે અને બાકીની સમિતિને કાયગુપ્તિને વિષે સમાવેશ કરી શકાય. એટલે કે–ગુપ્તિને વિષે સમિતિને અંતર્ભાવ છે, એમ ઉપદેશપ્રાસાદના કથનથી જાણી શકાય છે. - આ આઠેય પ્રવચનની માતાઓ કહેવાય છે. ચારિત્ર એ મુનિઓનું ગાત્ર (શરીર) છે. તેની ઉત્પત્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આભારી છે. વળી એ ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપ ગાત્રનું સર્વ ઉપદ્રવથી નિવારણ અને પિષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org