________________
સાધક માટે એકાન્ત
181 અધિકારીની વાત જુદી છે. તેમને તે વન અને ઘર સર્વત્ર સમભાવજ પ્રવર્તે છે. કહ્યું છે કે
fથાતા વામનઃ જાગૅ-ચેંમાજિત જતા. योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥"
(જ્ઞાનસાર અષ્ટક) અવા સ્થિર ગિને જ ગ્રામ અને અરણ્ય સરખું છે.
હવે આપણે નિર્જન–અનિજન સ્થાનસેવનના ગુણ દોષના વિવેચનમાં દષ્ટાંતપૂર્વક જરા જોઈ લઈએ.
સાધક માટે નિર્જન સ્થાન શા માટે ? બુદ્ધિમાન સાધક પુરુષ સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે. તે ધ્યાનમાં અને સંયમાભ્યાસમાં સાધનરૂપ છે તથા રાગ, દ્વેષ અને મહિને શાન્ત કરનાર છે.
જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાનું છે તથા ધ્યાન કરવાનું છે, તેઓને મનુધ્યાદિ સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપયોગી છે. સંસારપરિભ્રમણ કરવાથી જેઓ થાકયા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરુકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાના સાધને જાણી લીધા છે અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકાદિ વિનાનું સ્થાન સુખદાયી છે.
મનુષ્ય ઉપરથી બધી વસ્તુને ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાનો તથા કેધાદિ કષા ન કરવાનો નિયમ લીધે હોય છે, છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org