________________
પ્રથમ પગથીયું ન્યાયસંપનવિભવ
177 વિચારણા ચાલે તે તેને જણાઈ જાય છે કે-આ સર્વ કૃત્યને પણ અપ્રમાણિકપણામાં જ સમાવેશ થાય છે, મનુષ્ય પાંચસાત બાબતોને ન વળગતાં આ એક જ ગુણને ગમે તે ભોગે વિકસાવવા પાછળ જે આખી જીંદગી અર્પણ કરે, તો તે સર્વ પ્રકારના અહિક અને પારલૌકિક લાભ મેળવી શકે છે.
ગૃહસ્થને આ (માર્ગાનુસારી) સામાન્ય ધર્મ છે. આ ગુણે આવ્યા પછી જ વિશેષ ધર્મ સમ્યકત્વાદિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સમકિત પણ માર્ગાનુસારીના ગુણે આવ્યા હોય તે જ આવે, અન્યથા શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મને માન છતો મિથ્યાત્વી સમજ, કારણ કે–જેને દેવ-ગુરુ-ધર્મ માને છે, તે દેવ, ગુરૂ કે ધમે માર્ગાનુસારીથી વિરૂદ્ધ વર્તવાની આજ્ઞા જ કરી નથી. તો પછી જે તે દેવ-ગુરૂ-ધર્મને માનતો છતાં તેમની આજ્ઞાને, કાયદાને, નિયમને ન અંગીકાર કરે, તો તે પુરૂષ વસ્તુતઃ દેવ-ગુરુ-ધર્મને માનતો કેમ કહી શકાય? જરા ઊંડી બુદ્ધિથી વિચાર કરવાથી આ સમજી શકાય તેવું છે. આ સામાન્ય ગુણે આવ્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. |||||||||||||||||||||||||||||||||l|l|l|
કમસત્તા અને આત્મસત્તા કર્મના અચળ નિયમની અમેઘતા જોઈને ઘણા ડરી જાય છે, પણ તેમાં ડરવા જેવું કાંઈ નથી. જેમ કર્મની સત્તા બળવાન છે, આત્માની
સત્તા તેના કરતાં અનંતગુણી બળવાન છે. ગ્ય પણ સાધન એકઠા કરી પુરૂષાર્થ કરતાં આત્માની સત્તા R આગળ કર્મો ધ્રુજી ઉઠે છે. |િ||||||||l|ll|ll|ll|
l l|||||||||| ૧૨
|િ
|ll||||||||||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org