________________
અષ્ટ પ્રવચન માતા
165
પૂર્વક એ આઠ પાલન કરે છે, તેમજ એ ચારિત્રગાત્ર મેલથી મલિન બને છે ત્યારે આઠ તેનુ સ ંશાધન કરે છે. આ પ્રમાણે માતાની પેઠે જનન, પરિપાલન અને સંશાધનરૂપ ક્રિયાએ આ આઠ કરે છે એથી એને ‘આઠે પ્રવચન માતા’ તરીકે ઓળખાવાય છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવુ જે ચારિત્ર, તે જ સમ્યકૂચારિત્ર છે.
આઠે પ્રવચન માતામાં દ્વાદશાંગીના સમાવેશ
ઈય્યસમિતિમાં પ્રાથમિક અહિંસાવ્રતને અંતર્ભાવ થાય છે. બીજા ખધા તે આ વ્રતરૂપ સરોવરની પાળ સમાન હાવાથી તેને પણ આમાં જ અંતર્ભાવ શકય છે. ભાષાસમિતિ એ નિરવદ્ય વચનરૂપ છે, એટલે સમગ્ર વચન પર્યાયને અને એથી કરીને સપૂર્ણ દ્વાદશાંગીને એમાં અંતર્ભાવ થાય છે, કેમકે-દ્વાદશાંગી કાંઇ વચનપર્યંચથી ભિન્ન નથી. એ પ્રમાણે એષણાસમિતિ વિગેરે માટે વિચારી લેવું. અથવા આ આઠેય પ્રવચન માતા સભ્યચારિત્રરૂપ છે. ચારિત્ર એ જ્ઞાન અને દન વિના હેાય જ નહિ અને સમ્યગ્દન, જ્ઞાન અને ચારિત્રથી દ્વાદશાંગી અર્થની દૃષ્ટિએ ભિન્ન નથી, એટલે કે દ્વાદશાંગી એમાં અંતર્ભાવ થાય છે, માટે ચારિત્રધારી મુનિ આએ પ્રમાદના ત્યાગ કરીને આ આઠેય પ્રવચન માતાની ઉપાસના કરવી જોઇએ; કેમકે તેમાં સવ પ્રવચનનું રહસ્ય સમાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org