________________
પ્રથમ પગથીયું ન્યાયસંપન્નવિભવ
નીતિ-અનીતિના દ્રવ્યનો પ્રભાવ આપણા જૈનશાસ્ત્રમાં માર્ગનુસારીને પાંત્રીશ ગુણે પિકી પ્રથમ ગુણ “વાચસંપન્નવિમા આવે છેન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી આ લોક અને પરલેકનું હિત થાય છે. દ્રવ્ય પ્રાપ્તિને ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે, એમ સિદ્ધાંતવાદીઓ કહે છે. ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યની પ્રાપ્તિમાં તેના અંતરાય કરનારા કર્મને અવશ્ય નાશ થાય છે. તે લાભાંતરાય કમને નાશ થવાથી આગામી કાળે ઇછિત વૈભવની પ્રાપ્તિ થાય છે.
અન્યાયથી વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં દ્રવ્યલાભ થાય અને ન પણ થાય, પરંતુ પરિણામે હાનિ તે નિઃસંદેહ અવશ્ય થાય છે. અન્યાયથી વ્યવહાર– પ્રવૃત્તિ કરનાર કેઈ પાપા નું બંધી પુણ્યના ઉદયવાયા જીવને દ્રવ્યલાભ થાય છે, પણ તેવી અન્યાયી પ્રવૃત્તિથી બાંધેલા પાપ નિયતપણે પોતાનું ફળ આપ્યા સિવાય ઉપશમ પામતાં જ નથી. અન્યાયોપાજિત દ્રવ્ય તે આ લેક ને પરલોકમાં અહિતનું જ કારણ છે, એમાં શંકાને સ્થાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org