________________
અષ્ટ પ્રવચન માતા
161
પિતા પોતાના માર્ગમાં સ્થાપન કરવા, તે ગુપ્તિનું સામાન્ય લક્ષણ છે. આ ગુપ્તિના મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ-એમ ત્રણ ભેદે પડે છે. તેનાં લક્ષણો નીચે મુજબ છે.
મને ગુપ્તિનું લક્ષણ-સર્વ પ્રકારની કલ્પનાજાળને ત્યાગ કરી મનને સુપ્રતિષ્ઠિત કર્યા બાદ જે આત્મરમણતા કરાય, તે “મને ગુપ્તિ છે. અથવા કુશળ અને અકુશળ સંકટના નિધને મને ગુપ્તિ કહેવામાં આવે છે. તેમાં કુશળ સંકલ્પનું અનુષ્ઠાન તે સરાગ સંયમદિરૂપ છે, જ્યારે અકુશળ એથી વિપરીત સ્વભાવનું છે. કુશળમાં અર્થાત્ સરાગ સંયમાદિમાં પ્રવૃત્તિને સદ્ભાવ હોવા છતાં, સંસારના હેતુરૂપ અકુશળને જે અભાવ હોય તો તે મને ગુપ્તિ છે. એમના નિરોધની અવસ્થામાં તો સર્વથા અભાવને જ મનગુપ્તિ કહેવામાં આવે છે અને તે સમયમાં સર્વ કર્મને ક્ષય કરવાને જ આત્માને પરિણામ હોય છે.
વચનગુપ્તિનું લક્ષણ–વાચના, પૃચ્છના, પ્રશ્નોત્તર વિગેરે કાર્યોને ઉદ્દેશીને પણ સર્વથા વાણીને નિરોધ કરે, તે “વચનગુપ્તિ જાણવી. અન્ય શબ્દોમાં કહીએ તે ભાષાને સર્વ પ્રકારે નિરાધ યાને એક પણ અક્ષર ન ઉચ્ચારો તે વચનગુપ્તિ છે.
કાયગુપ્તિના લક્ષણ-સુતાં, બેસતાં કઈ વસ્તુ મૂકતાં, જતાં, આવતાં વિગેરે ક્રિયાઓમાં શરીરની ચેષ્ટાને સમ્ય પ્રકારે કાબૂમાં રાખવી, તે કાયમુર્તિ છે.
મનોમિના ત્રણ પ્રકારે–આરીદ્ર ચાનાનુબંધી
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org