________________
આત્મ વિકાસકમ
145
ક
પાંચમું દેશવિરતિ ગુણસ્થાન જે સમ્યગદષ્ટિ આત્મા સર્વવિરતિની ઈચ્છા છતાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી હિંસાદિ પાપવાળી ક્રિયાઓને સર્વથા ત્યાગ કરી શકતા નથી, પરંતુ દેશથી–અશતઃ ત્યાગ કરી શકે છે, તે દેશવિરતિ કહેવાય છે. તેમાં કેઈ એક વ્રતવિષયક સ્થૂલ સાવદ્ય ચેનને ત્યાગ કરે છે, કેઈ બે વ્રત સંબંધી ચાવતુ કેઈ સર્વત્રતવિષયક અનુમતિ વજીને સાવદ્ય યોગને ત્યાગ કરે છે.
અનુમતિ ત્રણ પ્રકારે છે. ૧–પ્રતિસેવાનુમતિ, ૨–પ્રતિ. શ્રવણનુમતિ, અને ૩–સંવાસાનુમતિ. તેમાં જે કોઈ પિતે કરેલા કે બીજાએ કરેલા પાપકાર્યની પ્રશંસા કરે તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભેજનને ખાય ત્યારે પ્રતિ નાનુમતિ દેષ લાગે છે, પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવદ્ય કાર્યને સાંભળે–તેને સંમત થાય પણ તેને નિષેધ ન કરે ત્યારે પ્રતિશતળાજતિ દેષ લાગે છે અને હિંસાદિ સાવદ્ય કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પરંતુ તેના પાપકર્મને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને સંવનનુમતિ દોષ લાગે છે. - તેમાં જે “સંવાસાનુમતિ સિવાય સર્વ પાપવ્યાપારને ત્યાગ કરે છે, તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે અને સંવાસાનુમતિન પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે યતિ– સર્વથા પાપવ્યાપારથી વિરમેલ સાધુ કહેવાય છે. કહ્યું છે કે “સમ્યગ્રદર્શન સહિત પોતાની શક્તિના પ્રમાણમાં વિરતિને ગ્રહણ કરતો એક વ્રતથી માંડી છેવટ સંવાસાનુમતિ સિવાય સર્વથા પાપવ્યાપારને ત્યાગી દેશવિરતિ કહેવાય છે. તે . ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org