________________
આત્મ વિકાસકમ (૧)
| 133
પ્રથમ ગુણસ્થાન સર્વથા અધઃ પતિત આત્માની અવસ્થા પ્રથમ -ગુણસ્થાન છે. એમાં મોહની ઉક્ત બને શક્તિઓ પ્રબલ હોવાના કારણે આત્માની આધ્યાત્મિક સ્થિતિ બીલકુલ નીચી હોય છે. આ ભૂમિકામાં આત્મા ચાહે આધિભૌતિક ઉત્કર્ષ ગમે તેટલો કરી લે, પણ એની પ્રવૃત્તિ તાત્વિક લક્ષ્યથી સર્વથા શૂન્ય હોય છે. જેવી રીતે દિશાભ્રમવાળે મનુષ્ય પૂર્વને પશ્ચિમ માની ગતિ કરે છે અને પિતાના ઈષ્ટ સ્થાનને નહિ પામતા એને બધે શ્રમ વૃથા બને છે, તેવી રીતે પ્રથમ ભૂમિકાવાળે આત્મા પરરૂપને સ્વરૂપ સમજી એને મેળવવાને પ્રતિક્ષણ અનુરકત રહે છે અને વિપરીત દર્શન યા મિથ્યાદૃષ્ટિનું કારણ રાગ-દ્વેષની પ્રબળતાને શિકાર બનીને તાત્વિક સુખથી વંચિત રહે છે.
આ ભૂમિકાને શ્રી જૈનશાસનમાં “બહિરાત્મભાવ અથવા “મિચ્છાદને કહેવાય છે. આ ભૂમિકામાં જેટલા આત્મા હોય છે એ બધાની આધ્યામિક સ્થિતિ એક જ સરખી હતી નથી, અર્થાત્ બધા ઉપર સામાન્યતઃ મેહની બને શકિતનું આધિપત્ય હોવા છતાં પણ ડો-ઘણે તરતમભાવ અવશ્ય હિાય છે. કેઈ પર મેહને પ્રભાવ ગાઢતમ, કેઈ પર ગાઢતર અને કઈ પર એનાથી પણ ઓછો હોય છે. વિકાસ કરે એ આત્માને પ્રાયઃ સ્વભાવ છે. એથી જ્યારે જાણતા કે અજાણતાં આમા ઉપરથી મેહનો પ્રભાવ કમ થતો આવે છે, ત્યારે કંઈક વિકાસ તરફ અગ્રેસર થાય છે. અને તીવ્રતમ રાગદ્વેષને કંઈ ક મન્દ કરીને મેહની પ્રથમ શક્તિને છિન્નભિન્ન કરી આત્મબળ પ્રગટ કરી લે છે. આવી સ્થિતિને જૈનશાસ્ત્રમાં ગ્રથિભેદ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org