________________
આત્મ વિકાસકમ (૧)
141
પરમાત્મભાવને દેખાવા લાગે છે, અર્થાત્ અતરાત્મભાવ એ. આત્મમંદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરી શકે છે.
આ દશા વિકાસકમની ચતુથી ભૂમિકા અથવા ચતુર્થ ગુણસ્થાનક છે, જેને પામીને આત્મા પ્રથમ વાર જ આધ્યા ત્મિક શાંતિનો અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપોમુખ) હોવાના કારણે વિપર્યાસરહિત હોય છે, જેને જૈનશાસ્ત્રમાં સમ્યગદષ્ટિ અથવા “સમ્યકત્વ કહે છે.
અત્ર ચૌદ ભૂમિકાને–ગુણસ્થાનને વિચાર નહિ કરતાં ચતુર્થ સમ્યગદષ્ટિ ગુણસ્થાન સુધીનું કથન કર્યું છે. આત્મવિકાસની શરૂઆત આ ભુમિકા પ્રાપ્ત થયા પછી જ ગણત રીમાં લેખાય છે. આ ચતુર્થ ભૂમિકા પામેલે આત્મા ઉલ્કાતિક્રમમાં આગળ વધતા પંચમ આદિ ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં ઉત્તરોત્તર વિકાસ અને દષ્ટિની શુદ્ધતા અધિકાધિક હોય છે, એ રીતે વિકાસક્રમમાં આગળ વધતા આધ્યાત્મિક શાન્તિના અનુભવથી વિશેષ બળવાન થઈ, ચારિત્ર, મોહને નષ્ટ કરી, છેવટે અઘાતિ કર્મનો નાશ કરી પૂર્ણ સ્થિરતાસ્વરૂપ છેલ્લી-ચરમ અવસ્થા અર્થાત્ ચૌદમાં ગુણ સ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત. કરી કૃતકૃત્ય બને છે.
(સદર લેખ હિન્દીન ગૂર્જરનુવાદરૂપે કેટલેક ફેરફાર તથા વધારો કરી મૂકવામાં આવેલ છે.)
En is EF
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org