________________
૧૮
આત્મ વિકાસક્રમ (૧)
આત્માની શક્તિએના ક્રમિક વિકાસને ગુણસ્થાન કહે છે, જૈનશાસ્ત્રમાં ગુણસ્થાન એ પારિભાષિક શબ્દ છે. તે આત્મિક શક્તિના આવિર્ભાવ અર્થાત્ એનુ શુદ્ધ કા રૂપમાં પરિણત રહેવાની તરતમ ભાવવાળી અવસ્થાએ છે. આત્માનુ વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના યા પૂર્ણાનંદમય છે. જ્યાં સુધી આત્મા ઉપર ઘન વાદળાની જેમ તીવ્ર આવરણની ઘટાછવાએલી હાય છે, ત્યાં સુધી એનુ અસલી સ્વરૂપ પ્રગટ થતું નથી, કિન્તુ આવરણા ક્રમશઃ શિથિલ યા નષ્ટ થયે જ એનુ અસલી સ્વરૂપ પ્રગટ થાય છે. આવરણાની તીવ્રતા જ્યાં સુધી આખરી હદની હાય છે. ત્યાં સુધી આત્મા પ્રાથમિક અવિકસિત અવસ્થામાં ડાય છે. અને જ્યારે આવરણ સČથા નષ્ટ થાય છે ત્યારે આત્મા ચરમ અવસ્થા-શુદ્ધ સ્વરૂપની પૂર્ણતામાં વર્તમાન હાય છે.
જેમ જેમ આવરણાની તીવ્રતા ઓછી હાય છે, તેમ તેમ આત્મા પ્રાથમિક અવસ્થાને છેડીને ધીમે ધીમે શુદ્ધ સ્વરૂપનો લાભ પ્રાપ્ત કરતા ચરમ અવસ્થા તરફ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન વખતે આ બે અવસ્થાની · વચમાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org