________________
95
નય-પ્રમાણ અને સ્યાદ્વાદ
ઉ–વસ્તુના પ્રમાણસિદ્ધ અનેક અંશેમાંથી એક જ અંશને સાચે ઠરાવવા તે વક્તા આવેશમાં આવી જઈ બીજા સાચા અંશને અપલાપ કરે છે, તેથી તે વાકય એક અંશ પૂરતુ સાચું હોવા છતાં ઇતર અંશેના સંબંધમાં વિચ્છેદ પૂરતું ખોટું હોવાથી દુકૃત કહેવાય છે.
પ્ર- આવા અનેક દુર્નય વાકયે મળે તે સ્યાદ્વાદશ્રત અને ખરૂં?
ઉo–ના, કારણ કે–આવા વાકયે પરસ્પર એકબીજાને વિરોધ કરતા હોવાથી વ્યાઘાત–અથડામણ પામે છે, તે પિતપોતાની કક્ષામાં રહેલા વસ્તુના અંશ માત્રનું પ્રતિપાદન કરવાને બદલે બીજાની કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપણું બતાવવાની મેઘ કિયા કરે છે, તેથી તે મિથ્યાશ્રત છે અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસો એક સમૂહબદ્ધ થઈ કોઈ એક કાર્ય સાધી નથી શક્તા, ઊલટું તે એકબીજાના કાર્યને બાધક બને છે, તેમાં અનેક દુર્નય વાકયે એક સાથે મળી કોઈ એક વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તો બાજુએ રહી, તે એકબીજાના આંશિક અર્થને સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રગટ થતાં અટકાવે છે.
પ્ર–કેઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુર્નય, નય અને સ્યાદ્વાદ–એ ત્રણે શ્રત ઘટાવવા હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તે શી રીતે ?
ઉo–કેઈએ જગતના નિત્યપણું કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે–જગત્ નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આને ઉત્તર આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org