________________
112
જૈનતત્ત્વ વિચાર
વિચારેને મહાસાગર મહાન છે અને તેના તરંગથી પણ અધિક અપેક્ષા છે. તેઓના સંપૂર્ણ રહસ્યને જાણ વાને માટે અને કોઈ પણ વિચારને અન્યાય ન મળે તે માટે નયવાદનું જ્ઞાન આવશ્યક છે. સાત નોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી અને સાપેક્ષવાદને સમ્યફપ્રકારે જાણવાથી કોઈ પણ વિચારને એકાન્ત અન્યાય મળતું નથી અને સર્વ પ્રકારના વિચારેને દર્શાવવામાં અન્ય નાની અપેક્ષા પૂર્વક બેલવાથી કઈ પણ નયને તિરસ્કાર થતો નથી. એકાન્ત. ભિન્ન ભિન્ન નથી ઉત્પન્ન થયેલા પરસ્પર વિરૂદ્ધ એવા ધર્મોમાંથી પણ સાત નાની અપેક્ષાએ સમ્યગૂજ્ઞાનીને સમ્યફપણે સર્વે બાબતોનું જ્ઞાન થાય છે. એકાન્ત નથી મિથ્યાત્વધર્મને સ્વીકાર કરી મિથ્યાત્વમતિના જોરથી એકાન્તવાદીઓ ધર્મયુદ્ધ કરીને કર્મની વૃદ્ધિ કરે છે. સાત નોની અપેક્ષાએ એકેક નયકથિત સર્વ ધર્મ અંગેનો જેમાં સમાવેશ થાય છે, એવું શ્રી જૈનદર્શન જગતમાં સર્વ ધર્મના અંગેનું સાપેક્ષતાએ પ્રતિપાદન કરતું વિજ્યવંત વતે છે.
સાપેક્ષદષ્ટિ એક શ્રેષ્ઠ માર્ગ
દરેક બાબતનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી વસ્તુ ધર્મના અનંત ભેદ અવધવાને સમ્યગૂજ્ઞાનની નજીકમાં આવી શકાય છે. વસ્તુ ધર્મને પરિપૂર્ણ અવબોધ્યા વિના શ્રદ્ધા અને વિચારોમાં ઘણી બાબતમાં સંકુચિતતા રહે એ બનવા યોગ્ય છે. પ્રત્યેક મનુષ્ય દરેક વસ્તુના અમુક અંશને જાણીને પિતાને જ્ઞાની માની લે તથા વસ્તુના અમુક રૂપથી વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org