________________
116
જૈનતત્ત્વ વિચાર
ષદર્શનને દૃષ્ટાંતથી સમજીએ છ જુદા જુદા વૈદ્યોની દુકાને છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચે છે. તે તમામ રેગોને, તેના કારણને અને તે ટાળ વાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન–ચિકિત્સા સાચા હોવાથી. રોગીને રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂટવૈદ્યો પણ પોતપોતાની દુકાન ખેલે છે તેમાં તે સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે. તેટલા પૂરતે તે રેગીનો રોગ દૂર કરે છે અને બીજી પિતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે તેથી ઊલટો રેગ વધે છે. પરંતુ દવા સસ્તી આપે છે એટલે લેભના માર્યા લેક લેવા માટે બહુ લલચાય છે અને ઉલટા નુકશાન પામે છે.
આને ઉપનય એ છે કે–સા. વૈદ્ય તે જૈનદર્શનવીતરાગદર્શન છે, જે સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. તે મેહવિષયાદિને, રાગ-દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રેગીને મેંઘા પડે છે, ભાવતાં નથી અને બીજા પાંચ કૂદ્યો છે તે કુદર્શને છે. તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે તેટલા પૂરતી તે રેગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મેહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના ન્હાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મેહની વાતો મીઠી લાગે છે અર્થાત સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્યો તરફ ખેંચાય છે, પરંતુ પરિણામે વધારે રોગી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org