________________
100 ,
જૈનતત્વ વિચાર સાધન સામગ્રી તૈયાર થઈ જાય ત્યારે વ્યવહાર નય કહેવાય. આ ત્રણ નય વ્યવહારના વા નિમિત્તકારણના નયે. કહેવાય છે. વ્યવહારના છ ભેદ છે–શુદ્ધ, અશુદ્ધ, શુભ, અશુભ, ઉપચરિત અને અનુપચરિત. આ છમાંથી જે વ્યવહાર (સાધન સામગ્રી) પિતાની પ્રબળ પ્રેરણાથી ઉપાદાનને જાગ્રત કરીને સહાયક બને તે જ શુદ્ધ વ્યવહાર કહેવાય, નહિતર અશુદ્ધ વ્યવહારના નામમાં આવીને વ્યવહારનયાભાસ બને છે. શુદ્ધ વ્યવહાર એટલે. ઉપાદાનને સર્વ પ્રકારે સહાયક બને છે.
વ્યવહારની પૂર્ણતા થતાં ઉપાદાનરવરૂપ સુર્વણની હાજરી થઈ તે “અજુસૂત્ર નય.” રાજુ એટલે સરળ અને સૂત્ર એટલે કાર્ય.
- કુશળ કારીગર સુંદર સાધનોથી હજારો વર્ષ પર્યત પ્રયત્ન કરે પણ સુર્વણ વિના કંઠી થાય નહીં, તેમજ શુદ્ધ સુર્વણ હજાર વર્ષ એરણ ઉપર પડી રહે છતાં કુશળ કારીગર વિના કદિ પણ કંઠી થાય જ નહિ. અર્થાત્ નિમિત્ત કારણ અને ઉપાદાનકરણ–એ બન્નેનું સમન્વયપણું યા. સહકારીપણું થાય ત્યારે જ કાર્યની સિદ્ધિ થાય છે. તેનું ગાળી, ઢાળ પાડી ઝીણા તાર કરી નાના આંકડા બનાવે, ત્યારે જે કાર્ય થવાનું, તે શબ્દમાં આવી જાય અર્થાત્ આ કંઠી થાય છે, એમ કાર્યની પ્રત્યક્ષતા થાય તે “શબ્દ નય.
કાર્ય સમ્યક પ્રકારે અભિરુઢ (પરિણિત પામે) અર્થાત્ કાર્યની સંપૂણતા પહેલા થોડુંક આપવા વિગેરે બાકી રહે
ત્યારે સમરૂિઢ નય થાય અને કાર્ય, સંપૂર્ણપણે પિલીશ થઈ કંઠી તૈયાર થાય ત્યારે એવંભૂત ય થાય. કાર્યની પૂર્ણતાને “એવંભૂતનય” કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org