________________
સાત નયની ઘટના
105
માટે તે તેનું મુખ્ય કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક-એ બેને જ માને છે, કેમકે–તે બન્ને જ્ઞાનાત્મક હોવાથી તે જ મુખ્યત્વે કરીને મેક્ષનું કારણ છે. દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક આ નય નથી માનતો, કેમકે–તે જ્ઞાનનું કાર્ય હેવાથી ગૌણભૂત છે.
ક્રિયાનય-આ નય કહે છે–ગ્રાહ્ય, અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં પુરુષાર્થની સિદ્ધિ ઈચ્છનારાએ પ્રવૃત્યાદિરૂપ ક્રિયા કરવી જોઈએ. મતલબ કે પદાર્થ જાણ્યા છતાં પણ ક્રિયા જ સાધ્ય–સાધક છે. જ્ઞાન તે ક્રિયાનું ઉપકરણ હોવાથી ગૌણ. છે. કેવળજ્ઞાન ઉત્પન થયા છતાં પણ, ભગવંત શ્રી અરિહંતદેવને જ્યાં સુધી સર્વ કર્મરૂપ ઈન્જનને બાળી નાંખવાને અગ્નિની જવાળાના સમૂહ સમાન શૈલેશી અવસ્થારૂપ કિયા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી.
જે જેની પછી તરત જ થનાર હોય તે તેનું કારણ છે.” જેમ અન્ય અવસ્થા પામેલ પૃથ્વી આદિ સામગ્રી પછી તરત જ થનાર અંકુર તેનું કારણ છે, તેમ સર્વ પુરુ પાર્થસિદ્ધિ પણ કિયાની અનંતર જ થાય છે, માટે કિયા જ સર્વે પુરુષાર્થસિદ્ધિનું પ્રધાન કારણ છે. આ નય ચાર પ્રકારના સામાચિકમાંથી દેશવિરતિ અને સર્વવિરતિને જ માને છે, કેમકે–ક્રિયારૂપે તે મુક્તિનું પ્રધાન કારણ છે. સમ્યકત્વ અને શ્રત સામાયિક તે તેના ઉપકારી માત્ર હોવાથી ગૌણભૂત હોવાને લીધે નથી માનતો.
શિષ્ય-ભગવદ્ ! આ બન્ને પક્ષમાં યુકિત જણાય છે, તે પછી બેમાંથી સત્ય તત્ત્વ કયું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org