________________
નય–પ્રમાણ અને સ્યાદ્વાદ
89
ઉ૦–વસ્તુ ભલે એક જ હોય, પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતા દ્વારા અર્થાત્ અમુક વિશેષ ધર્મોની પ્રધાનના છતાં અખંડિતપણે ભાસે છે, ત્યારે તે અનેક ધર્માત્મક વિષય કહેવાય છે. પરંતુ જ્યારે તે જ વસ્તુમાંથી કઈ એક અંશ છુટો પડી પ્રધાનપણે ભાસે છે, ત્યારે તે એક અંશ—વિશિષ્ટ વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ.
આંખ સામે કઈ એક ઘેડો આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ એની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે. પણ તે વખતે એ વિશેષતાઓની પ્રધાનતા છતાં અભિન્ન રૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘોડો જ ચાક્ષુષ જ્ઞાન વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ કરતાં છુટી પડી ભાસતી નથી કે ઘોડા રૂપ અખંડ પદાર્થમાંથી આકારાદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખો ઘેડે જ અખંડપણે આંખનો વિષય બને છે એ જ પ્રમાણનો વિષય થવાની રીત છે. પ્રમાણના વિષયમાં થયેલ એ ઘડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્વારા કરાવવું હોય, ત્યારે તે ઘોડાની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં બુદ્ધિદ્વારા છુટી પાડી વકતા કહે છે કે-આ શેડો લાલ છે, ઊંચા છે કે અમુક આકારને છે. તે વખતે વકતાના બૌદ્ધિક વ્યાપારમાં કે શેતાની જ્ઞાનક્રિયામાં ઘોડે ભાસમાન છતાં તે માત્ર ગૌણ હોય છે અને તેની વિશેષતાઓ જે બીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનને વિષય બનતો ઘોડે અમુક અંશ વિશિષ્ટ વિષય બને છે. એ જ વિષયને નય થવાની રીત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org