________________
જૈનતત્ત્વ વિચાર
આ વકતવ્યને બીજા શબ્દોમાં-ટૂંકમાં એ રીતે પણ કહી શકાય કે–ભાનમાં અમુક વિશેતાઓ છતાં, પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસમાન થાય ત્યારે તે પ્રમાણને વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય-વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયને વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જુદી જુદી હોવાથી પ્રમાણ અને નયમાં તેને વિષયભેદ સ્પષ્ટ છે.
પ્ર–પ્રમાણની પેઠે નય પણ જે જ્ઞાન જ હોય તો બેમાં તફાવત છે?
ઉ–ઈન્દ્રિની મદદથી કે મદદસિવાય જ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થ પણે પ્રકાશિત કરે છે, ત્યારે તે પ્રમાણુ કહેવાય છે અને પ્રમાણદ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દદ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારકિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે (વચન) કિયા તે નય અને એને પુરગામી (જ્ઞાન)-વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણનું અંતર એક એ છે કે-નય જ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના અંશી કે સમૂહરૂપે છે, કારણ કે–પ્રમાણ વ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાઓ પ્રગટે છે.
પ્ર–પ્રમાણ અને નય શબ્દની વ્યુત્પત્તિ બતાવી તેને અર્થભેદ સ્પષ્ટ કરે. .
ઉ –પ્ર+માન = (જે જ્ઞાનવડે પ્ર-અબ્રાન્તપણે વસ્તુનું માન-પ્રકાશન (નિર્ણય) થાય તે પ્રમાણ. ની + અ (ની --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org