________________
૦૮
જેનતવ વિચાર
પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઉલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પિતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષ સુદ્ધાંનું નિરસન કરે છે, કારણ કે તે જે બીજ અંશને અવગણી પિતાના વક્તવ્યને કહેવા માગે છે તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શકતું, એટલે બીજા અંશનું પણ નિરસન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અંશોથી ઘડાયેલું છે,
એટલે જ્યારે એ સાપેક્ષ અંશેને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે ત્યારે તેમાંથી એકે રહેતો કે સિદ્ધ થત નથી. તેથી જ એમ કહ્યું છે કે–અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતે નયવાદ પિતાના અને બીજાના એમ બને પક્ષનાં મૂળ ઉખાડે છે.
વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે, તેથી કેઈ પણ એક વસ્તુ પર જેટલા વચન પ્રકારે મળી આવે અગર તો સંભવી શકે તેટલા જ તે વસ્તુ પરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયો છે, એમ સમજવું જોઈએ. અભિપ્રાય એટલે નયવાદો. વચનના પ્રકારે જેટલા જ નયવાદે સમજવા. એ બધા જ નયવાદે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ રહે તો તે જ પરસમયે એટલે જૈનેતર દષ્ટિઓ છે. તેથી પરસ્પર વિરોધ કરતાં કે અંદર અંદર પક્ષપ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા ન હોય તે વાસ્તવિક રીતે તેટલા જ પરસમ છે અર્થાત્ એકબીજાનું નિરસન કરતી જેટલી વિચારસરણીઓ મળે અગર સંભવે તેટલાં જ તે વસ્તુ પરત્વે દશને અને એ અજૈન. જૈનદર્શન તો અનેક તે વિધી દર્શનના સમન્વયથી ઉદ્ભવતું હોવાથી એક જ છે. અને અને જૈન દશનેનું નિયામક તત્ત્વ વિરોધ અને સમન્વય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org