________________
-
-
-
-
-
36
જૈનતત્ત્વ વિચાર ૨વામાં આવે તો જીવને ક્ષણે ક્ષણે કષાય જાગૃત છે. આત્મા પોતાના કર્મોનુસાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ સામગ્રીને પામવા છતાં તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિને અમુક અંશે સ્વાત્માનુકુળ કરે, કે પ્રતિકૂળ કરે તે પિતાના હાથમાં છે. વિચારક આત્મા ધારે તે તેને (દ્રવ્ય-ક્ષેત્રાદિ–સામગ્રીને) સ્વાત્માનું હિત થાય તે કરી શકે છે અને એ કારણે પિતાને જે રીતે આત્મ વિકાસ થાય, આત્મસ્થિરતા થાય, તથા પ્રકારને માર્ગ શોધવા લલચાય એ સહજ છે, કે જેથી આત્મવિકાસનું જે મુખ્ય કારણ અધ્યવસાયની શુદ્ધતા રહેવાનો હેતુ બન્યા રહે અને તેથી કર્મને અનુભાગ – ૨સ થવામાં ચિકાશ ન થાય.
ધ્યાનમાં રાખવું કે–સ્થિતિબંધ એકસરખી જ રીતે ભેગવાય તે થાય છતાં રસબંધ એકસરખી જ રીતે ભગવાય તેવો થતો નથી. લેસ્થાના ભિન્ન ભિન્ન પરિણામરૂપ નિમિત્ત વડે જૂદી જૂદી રીતે ભેગવાય તે પણ રસબંધ થાય, તેથી સ્થિતી એકસરખી બાંધવા છતાં રસ છેવત્તો બંધાય છે અને તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી પ્રમાણે અનુભવાય છે. સ્થિતિ પણ રસાધીન હોવાથી રસના નાશથી સ્થિતીને નાશ અવશ્ય થાય છે. કર્મબંધના કારણભૂત અધ્યવસાય સ્થાનકો દ્રવ્યાદિ પાંચમાના કોઈ પણ કારણથી ઉત્પન્ન થતાં, ક્ષાપશમની માફક વિચિત્ર હોવાથી સ્થિતિ રસને ઉપકમ (ઘટાડે) કરી શકે છે અને તેમ થતાં આત્મા ઉચ્ચ સ્થિતિને પામવા લાયક બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org