________________
આત્મા ઉપર દ્રવ્યાદિની અસર
35
અનેક કષાયદયરૂપ કારણે ન હોય તે ન અનુભવાય. બંધમાં એક જ કારણ હોય તે બાંધનારા સર્વે એકસરખી જ રીતે અનુભવે, પરંતુ તેમ નથી. એક જ સ્થિતિસ્થાન જુદા જુદા જ દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જે અનુભવે છે, તે જુદા જુદા કષાયેયરૂપ ભિન્ન ભિન્ન કારણોને જ આભારી છે અને તે કષાદયરૂપ પરિણામની તરતમતા દ્રવ્યાદિ પાંચ કારણોની અપેક્ષા રાખે છે.
આ ઉપરથી એમ બરાબર કહી શકાય કે-જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને અનુસરી જેવા જેવા પ્રકારના સંગસામગ્રી-નિમિત્ત પ્રાપ્ત હેય, તેવા તેવા પ્રકારે આત્મા અધ્યવસાયને પામી દ્રવ્યાદિ સામગ્રી અનુસાર તીવ્ર કે મંદ રસવર્ડ સ્થિતિબંધ અનુભવે છે. કાર્ય તેમજ કારણ બનેય દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે, કારણ કે-કમને ઉદય, ક્ષય ક્ષપશમ અને ઉપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભવ અને ભાવ– આ પાંચની અપેક્ષા છે. સુખ-દુઃખના કારણભૂત પુન્યપાપાત્મક કર્મ પણ દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષાએ જ ઉદય અથવા ક્ષય પામે છે. સંસારના સર્વ કાર્યોમાં અનુભાગરસરૂપ કષાય એક કે બીજી રીતે જોડાયેલા રહે છે. રાગદ્વેષ વગર સંસારનાં કાર્યો બનતા નથી અને તેથી ગુપ્તપણે કે ઉઘાડી રીતે કષાય થઈ જાય છે. આજ બાબત ત્યાગી જીવનમાં પણ લાગુ પડી શકે. . અત્ર કષાય શબ્દની વ્યાખ્યા બંનેય (શૂલ અને સૂફમ) રીતે સમજવાની છે. સૂમની ગણત્રી સંજ્વલન કષાયમાં અને તેથી પૂર્વ પૂર્વમાં અનુક્રમે થુલ, થુલતર અને સ્થલતમ માની શકાય. સૂક્ષ્મ દષ્ટિએ-તાત્વિક દૃષ્ટિએ વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org