________________
68.
જનતત્વ વિચાર —
— સમ્યગજ્ઞાન-તેના પાંચ ભેદ છે. મતિ, શ્રત, અવધિ, મઃ પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે. સૂત્રમાં જેમ સમ્યગદર્શનનું લક્ષણ બતાવ્યું છે તેમ સમ્યગૂજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે-સમ્યગ્ગદર્શનનું લક્ષણ જાણી લીધા પછી સમ્યગૂજ્ઞાનનું લસણ વિના પ્રયાસે-અનાયાસે જાણી શકાય છે. તે આ રીતે-જીવ કેઈક વાર સમ્યગદર્શનરહિત હોય છે પણ જ્ઞાનરહિત હેતે નથી. કેઈને કઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યગુદર્શનને આવિર્ભાવ થતાં જ સમ્યગૂજ્ઞાન કહેવાય છે. સમ્યગૂજ્ઞાન અને અસમ્યગ જ્ઞાનને તફાવત એ છે કે પહેલું સમ્યકત્વ સહચરિત છે. જ્યારે બીજું સ ત્વ૨હિત મિથ્યાત્વ સહચરિત છે.
પ્ર.-સમ્યક્ત્વનો એ શું પ્રભાવ છે કે-તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય તો પણ તે અસમ્યગ જ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને થોડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તે પણ સમ્યકત્વ પ્રગટ થયે છતે સમ્યગૂજ્ઞાન કહેવાય
ઉ-આ (તત્ત્વાર્થસૂત્ર) અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યગૂજ્ઞાન કે અસમ્યગૂજ્ઞાનનો વિવેક અધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે. પરંતુ ન્યાય યા શાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતું નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યગૂજ્ઞાન પ્રમાણ અને જેને વિષય અયથાર્થ હોય તે જ અસગૂજ્ઞાનપ્રમાણાભાસ કહેવાય છે : કિન્તુ આ આધ્યામિક શાસ્ત્રમાં ન્યાય શાસ્ત્રને સમ્મત સમ્યગૂ-અસમ્યગૂજ્ઞાનને વિભાગ માન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org