________________
67
જૈન દર્શનમાં મોક્ષમાર્ગ દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની ઇરછા તે “અનુકંપા છે, અને પ–આત્મા આદિ પક્ષ કિન્તુ યુકિતપ્રમાણથી સિદ્ધિ પદાર્થને સ્વીકાર તે “આસ્તિક છે.
હેતુભેદ-સમ્યગદર્શનને યોગ્ય આધ્યાત્મિક ઉકાન્તિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે, પણ આમાં કઈ આત્માને એને આવિર્ભાવ (પ્રગટ થવા) માટે બાહા નિમિરની અપેક્ષા રહે છે, જ્યારે કેઈને રહેતી નથી. એ તો પ્રસિદ્ધ છે કે-કેઈ વ્યકિત શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પોતાની જાતે જ શીખી લે છે. આંતરિક કારશેની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઈને સમ્યગદર્શનના ‘નિસર્ગ સમ્યગુદન” અને “અધિગમ સમ્યગદર્શન” એવા બે ભેદ કયાં છે. બાહ્ય નિમિત્તે પણ અનેક પ્રકારના હેય છે. કઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલોકનથી, કોઈ ગુને ઉપદેશ સાંભળીને, કેઈ શાસ્ત્રો ભણુને અને કોઈ સત્સંગથી પણ સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરે છે.
ઉત્પત્તિકમ-અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરે. હના ને અનુભવ કરતાં કરતાં આત્મામાં કઈ વાર એવી પરિણામશુદ્ધિ થઈ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામશુદ્ધિને અપૂર્વ કરણ કહે છે. અપૂર્વકરણથી તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગ-દ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરુક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ “સમ્યકત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org