________________
46
જૈનતત્વ વિચાર
છે, જેઓ કદાપિ સૂકમ-નિગેદમાંથી બહાર નીકળ્યા જ નથી. તેઓ ગુફામાં જન્મ્યા અને ગુફામાં મૃત્યુ પામ્યાની પેઠે અવ્યવહારી છે. બાદર-નિગોદને “વ્યવહારરાશિ કહેલી છે. કારણ કે–તે વ્યવહારમાં આવ્યા કરે છે.
એક વાર સૂક્ષ્મ-નિગદરૂપ અવ્યવહારરાશિમાંથી - નીકળેલે જીવ ફરીને સૂક્ષ્મ-નિગોદમાં જાય તે પણ વ્યવહાર રાશિને જ કહેવાય છે અને તે અમુક કાળ (અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણુએ) પાછે તેમાંથી નીકળીને બીજી - વ્યવહારની જીવજાતિમાં જરૂર આવે છે. વ્યવહારરાશિમાં રહેલા જ સવે મોક્ષે જવાના છે, એ નિશ્ચય નથી, - કારણ કે–તેમાં અનાદિકાળથી બાદર-નિગોદ રહેલી છે, કે જેને અનંત ભાગ જ મેલે ગયેલ છે અને જવાને છે. તેમ જ વ્યવહારરાશિમાં રહેલા અનંતાં અભવ્ય જીવે છે, કે જેઓ કદાપિ મેક્ષે જવાના નથી. (અભવ્ય છે એથે જઘન્યયુકત અને તે છે) તેમ જ અવ્યવહારરાશિમાં રહેલાં સર્વ જી મેક્ષે જવાના નથી એમ પણ નથી, કારણ કે– - વ્યવહારરાશિમાંથી એક જીવ મોક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે–એ અચળ કમ છે.
માત્ર જે છ જાતિભવ્ય છે અને તથા પ્રકારની સામગ્રીને અભાવે અવ્યવહારરાશિમાંથી નીકળવાના જ નથી તેથી જ તેને મોક્ષની સામગ્રી મળવાની નથી અને તેવી સામગ્રીના અભાવથી તે (જાતિભવ્ય) જીવે મોક્ષે પણ જવાના નથી. જે સામગ્રી મળે તે તેઓ મેક્ષે જઈ શકે તેવા સ્વભાવવાળા છે. આ જીવોને અભવ્યની કેટે વળગેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org