________________
58
જનતત્વ વિચાર એ વાત વિચારવા લાગ્યા છે. જે કોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંનાનુબંધી કષાય કહેવાય છે. એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા કોધાદિ અનંતાનુબંધી જ્યારે સંભવતા નથી, ત્યારે અનંતાનુબંધીની ચેકડી બીજી રીતે સંભવે છે.
સમ્યગૂજ્ઞાન, દર્શન અને ચારિત્ર–એ ત્રણેયની અકયતા તે “મેક્ષ. તે સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતારાગજ્ઞાન દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તિ પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મને અબંધ હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે કોધાદિ કષાય હાય તેથી વિમુકત થવું, તે જ અનંત સંસારથી અત્યંતપણે મુકિત છે અર્થાત્ મેક્ષ છે. મેક્ષથી વિપરીત એ જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે, તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે, અને છે પણ તેમજ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાઓનું કલ્યાણ અવશ્યમેવ થાય છે. આવે જે ઘણા જીને કલ્યાણકારી માર્ગ, તે પ્રત્યે ક્રોધાદિ ભાવ કે જે મહા વિપરીતના કરનારા છે, તે જ અનંતાનુ બંધી કષાય છે. જે કે કોધાદિ ભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મેક્ષમાર્ગ અથવા તો સધર્મ, તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર–મંદાદિ જેવા ભાવથી હેાય તેવા ભાવથી અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org