________________
સાચે આનંદ
સમભાવરૂપ ઔષધ છે. જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વત પદ પામી શકે છે, તે આ સમભાવને પરમ પ્રભાવ છે, જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે, તે મહાપ્રભાવયુક્ત સમભાવને નમસ્કાર કરું છું. હું (ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી) સર્વ શાસ્ત્રના રહસ્યને જાણી પોકાર કરીને કહું છું કે–આ લોક અને પરલેકમાં સમભાવથી બીજી કોઈ સુખની ખાણ નથી. જ્યારે ઉપસર્ગો આવી પડે છે અને મૃત્યુ સામે ઉભું હોય છે, ત્યારે તે કાળને ઉચિત સમભાવથી બીજું કાંઈ પણ ઉપચેગી નથી. રાગદ્વેષાદિ શત્રુઓને નાશ કરનારા સમભાવરૂપ સામ્રાજ્યની લક્ષમી જોગવીને પ્રાણીઓ શુભ ગતિને પ્રાપ્ત કરે છે, તેથી જે આ મનુષ્યજન્મ સફળ કરે હોય તે અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવામાં જરા પણ પ્રમાદ ન કરવું જોઈએ.
કષાયથી સંસાર આ સંસારને વિષે અનંતા એવા જીવે વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણુંક ચલાવે છે. ચકવતી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખે મનુષ્યને ઘાત કરે છે, તે પણ તેમાંના કેઈ કેઈને તે જ કાળમાં મેક્ષ થયે છે. કોધ, માન, માયા અને લેભની ચોકડીને કષાય એવા નામથી ઓળખાવવામાં આવે છે. આ કષાય છે. તે જે અનંત સંસારને હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતું હોય, તો તે ચકવતી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ અને તે હિસાબે અનંત સંસાર વ્યતિત થયા પહેલાં મેલ થે શી રીતે ઘટે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org