________________
સાચે આનંદ
61
સાચી નિર્જ ભગવાને કહી છે. તે સિવાયની બંધ સહભાવિની નિર્જરા તે જગત્ આખું કરી જ રહ્યું છે
ગાળીને વાંસ જ્યારે એક તરફથી છૂટે ત્યારે બીજી તરફથી બંધાય છે. તેનું છૂટવું તે પણ બંધાવા માટે જ છે, પણ જે તે વાંસને રસીથી સર્વથા છોડવામાં આવે તે ફરી બંધાતું નથી. તેમ મહાસક્ત જીવ એક તરફથી પ્રબળ યમ-નિયમાદિ આચરી છૂટવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે વ્યકત કે અવ્યકત રાગદ્વેષાદિ પરિણામે કરી બીજી તરફથી બંધાતો જાય છે. બંધનની નિવૃત્તિના એક નિમિત્ત કારણ રૂપ એવા યમ–નિયમાદિકપૂર્વક પ્રવર્તનકાળે પણ રાગદ્વેષની માત્રા જીવને કયા પ્રકારે ઉન્માદે ચઢાવી રહી છે, તેનું એને ભાન નથી. એ રાગદ્વેષ તજવાના બહાને જીવ કરે છે શું? એક ખૂણેથી નીકળી માત્ર બીજા ખૂણામાં ભરાય છે. બીજે પણ પહેલાના જેવું જ હોય છે. અનાદિકાળથી જીવ સમ્યક્ પ્રકારે નિરાવલંબ ઉદાસીન રહી શકે નથી કે ઉદાસીન રહેવા તથા પ્રકારે તેણે પ્રયત્ન કર્યો નથી, એવી સ્થિતિને પ્રાપ્ત થવાયેગ્ય સમ્યફ સાધને સેવ્યા નથી, લોકેષણ, લેકહેરીને લેાકસંજ્ઞામા છુંદાઈ રહ્યો છે અને તેથી ઉદાસીનતાજન્ય સુખને અનુભવ પણ તેને નથી. એ સુખને અનુભવ કે વાસ્તવિક શ્રદ્ધા વિના તેને ગ્ય પ્રયત્ન પણ કયાંથી હોય? એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે-મૂઢ અને અજ્ઞાની જીવને ગ્રહણ અને ત્યાગ અને બંધનરૂપે પ્રવર્તે છે અર્થાત્ તેને ત્યાગ એ પણ ગ્રહણને અર્થે છે, અને તેનું ગ્રહણ તે પણ પ્રત્યક્ષ ગ્રહણ જ છે. કર્મબંધનથી છૂટવાને સર્વથી પ્રધાન અને વાસ્તવિક ઉપાય રાગદ્વેષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org