________________
56
જૈનતત્ત્વ વિચાર
પ્રગટાવી શકે છે. જ્ઞાનગર્ભિત વૈરાગીનુ જીવન આનંદની આંખીવાળુ હાય છે. તેના હૃદયમાં સરલતા, સ્વચ્છતા, નિ યતાં, સુજનતા અને શુદ્ધ પ્રેમના ઝરણા વહે છે અને તેથી તેનું આંતરિક હૃદય ઉચ્ચ ગુણેાની ભૂમિકાભૂત અને છે. જ્ઞાની દુઃખના પ્રસંગોમાં પણ દુઃખના વિચારાને હઠાવી વાસ્તવિક સુખની લહરીના અનુભવ લે છે. જ્ઞાની દુઃખના વિચારાને સુખના વિચારારૂપે પરિણમાવી દે છે અને તેના અંતરમાં સુખી જીવન વહે છે. આનંદ જીવન એ જ જીવનાર આત્માનું લક્ષણ છે.
સમત્વથી સુખ
પ્રિય અને અપ્રિય એવા ચેતન-અચેતન પદાથ માં જેનુ મન મેાહ પામતું નથી, તે સમભાવને પ્રાપ્ત થયેલેા છે એમ જાણવુ. કોઇ પેાતાના હાથે ગેાશીષ ચન્દનનું વિલેપન કરે કે કાઈ વાંસલાથી છેદન કરે, તેા પણ બન્નેમાં સમાનવૃત્તિ હૈાય ત્યારે સર્વોત્તમ સમભાવ પ્રાપ્ત હેાય છે. કોઈ પ્રસન્ન થઈને સ્તુતિ કરે કે કોઈ ગુસ્સે થઈને અપમાન કરે, તે પણ જેનુ ચિત્ત તે બન્નેમાં સરખુ વતે છે. તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી થતા અને કલેશજનક એવા રાગાદિની ઉપાસના શા માટે કરવી? તેને મદલે વગર પ્રત્યને મળી શકે એવા સમભાવના આશ્રય કરવા ચેાગ્ય છે. ખાવાચેાગ્ય ચાટવા ચેગ્ય અને ચૂસવાયેાગ્ય પદાર્થોથી વિમુખ ચિત્તવાળા ચેગીએ સમભાવરૂપ અમૃત વાર વાર પીવે છે. આમાં કાંઇ ગુપ્ત નથી તેમ કોઈ ગુપ્ત રહસ્ય નથી, પરન્તુ અજ્ઞ અને બુદ્ધિમાનાને માટે એક જ ભવવ્યાધિને શમન કરનારૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org