________________
સાચે આનંદ
ખાવા માટે દુનિયામાં જીવવાનું નથી, પણ આનંદ માટે જીવવાનું છે. આનંદમય જીવન ગાળવા માટે શ્વાસશ્વાસ લેવાની જરૂર પડે છે. શેક અને ચિંતાના શ્વાસે શ્વાસથી મૃત્યુ થાય છે, ઉદાસીનતાથી દુઃખ થાય છે અને દુઃખ એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ હોવાથી મૃત્યુ સમાન છે.
આનંદ એ જ આત્માનું લક્ષણ છે. જ્યારે આનંદથી શ્વાસોશ્વાસ ચાલે છે, ત્યારે આત્મા પિતાના ધર્મને ધારણ કરે છે એમ જાણવું. શાતાદનીયજન્ય આનંદથી ભિન એ વાસ્તવિક આનંદ એ જ વસ્તુતઃ આનંદ છે અને તે આનંદરૂપ આત્મા છે. જ્યાં વાસ્તવિક આનંદની લહેર વહે છે, ત્યાં આત્મા જાગૃત દશામાં છે, એમ જાણવું. આત્માના સ્વાભાવિક આનંદના ભેગથી આત્મા પોતાનું સ્વરૂપ જાણું શકે છે અને તેથી તે અન્ય પદાર્થોથી નિવૃત્ત થઈને શુદ્ધાનંદ સ્વરૂપમાં અખંડ ઉપગથી રમ્યા કરે છે. આનંદનું જીવન અનવધિ છે. આનંદનું જીવન એ પિતાનું જીવન છે અને વેદનીયજન્ય સુખ, દુઃખ, શેક વિગેરેનું જીવન તે પિતાનું વાસ્તવિક વિશુદ્ધ જીવન નથી પણ પ્રતિકૂળ જીવન છે.
શુદ્ધ જ્ઞાનની સાથે વાસ્તવિક આનંદને અનુભવ આવે છે અને તે આનંદ મુખના ચહેરા પર પણ આનંદના ચિહ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org