________________
40.
જૈનતત્ત્વ વિચાર આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય વૈરાગ્ય બન્યું રહે, તે ચા ન ગયે હોય, એટલું જ નહિ પણ તેમાં દિન પર દિન વધારે થતો રહ્યો હોય, તે આગળ વધતાં, સત્ર સિદ્ધાંત ભણતાં, ગુર્નાદિકની સેવા કરતા અને સત્સમાગમમાં રહેતા તાત્વિક ત્યાગ જેને વૈજ્ઞાનગભિત વૈરાગ્ય કહેવામાં આવે છે, તે પ્રગટ થાય છે. પરંતુ જો તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હેય, વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલે હાય, અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલું હોય, તે આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે, તે જ પ્રતિબંધ અને મમત્વના સ્થાન થઈ પડશે. સ્ત્રીપુત્રાદિ જે બંધનના કારણો હતાં, તેના કરતાં આ શિષ્ય-શિયાદિ વધારે બંધનનાં નિમિત્તે થશે. પ્રથમના કર્મબંધના કારણેથી આ વિશેષ બંધનનાં કારણે થઈ પડશે. પ્રથમ જેને પ્રતિબંધરૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતો હતો, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધને પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધરૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે અને છેવટે આગળ વધવામાં અસક્ત બનાવી મૂકશે.
જે પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારે થતો રહે, આત્મા તરફનું નિશાન મજબૂત થાય, ગમે તે ભેગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે, એ નિશ્ચય દઢ થાય, આ શુભ બંધનોમાં પણ કયાંઈ ન બંધાયે હોય, મત-મતાંતરના કદાગ્રહ સ્યાદવાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડયા હોય, ફોધ-માનાદિ કષાને પાતાળ કરી નાંખ્યા હોય અને ગુરુકૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય, તે તેને વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org