________________
કર્મને બંધ અને મુક્તિના કારણો
[31 કર્મ પુદ્ગલેને સંબંધ છૂટી જાય છે, જેનું નામ કર્મબંધથી મુકિત છે.
આત્મા જે વસ્તુ છે, તેને તે રૂપે જાણવી અર્થાત્ સતને સતરૂપે જાણવું, તે મિથ્યાત્વનું વિરોધી સગ્ગદર્શન છે. આત્મા નિત્ય છે, સત્ય છે, પવિત્ર છે, આનંદસ્વરૂપ છે. એને બરોબર સમજવાથી અને પ્રવૃત્તિના સર્વ પ્રસંગમાં તે જ્ઞાન ટકાવી રાખવાથી મિથ્યાત્વથી આવતાં કર્મપુદગલે અટકી જાય છે. આ સત્યને પ્રકાશ પ્રબળ થતાં વિવિધ પ્રકારની માયિક ઈચ્છાઓ ઓછી થઈ જાય છે. અને જે ઈચ્છા થાય છે તે પિતાને અને પરેને આનંદરૂપ થાય તેવી થાય છે. તેમ થતાં અવિરતિ નામની કર્મ સંબંધ ટકાવી રાખનાર બીજી લાગણીથી આવતાં કર્મો પણ અટકી જાય છે.
આત્મા તરફ જેમ જેમ પ્રેમ વધતો જાય છે, તેમ તેમ ઈચ્છાઓ પણ આત્માને પોષણ મળે તેવી જ થાય છે. વળી તેને લઈને કોધ, માન, માયા અને લેભની પ્રવૃત્તિ મંદ થઈ જાય છે, કેમકે–પુદગલ મેળવવાની ઈચ્છા માટે જ કોધાદિને ઉપયોગ કરે પડે છે. તે ઇચ્છાઓ બંધ થતાં ક્રોધાદિની પ્રવૃત્તિ પણ અટકી પડે અને કષાયની પ્રવૃત્તિ મંદ થતાં તે પ્રસંગે તેટલી મન-વચનશરીરની પ્રવૃત્તિ હોય છતાં તે નિરસ હોવાથી કર્મ પુગલોને આકર્ષવાનું બળ તેમાંથી ઓછું થઈ ગયેલું હોય છે, તેથી આત્માને કર્મયુગલે સાથેનો સંબંધ છે થતો જાય છે અને પૂર્વે જે અજ્ઞાન દશામાં સંબંધ બાંધેલ હોય છે, તે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી તથા વર્તમાનકાળે અનુભવ કરી લેવાથી સત્તામાં રહેલા કર્મો પણ ઓછાં થતાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org