________________
જૈન દર્શનમાં વેગ
25
થાય છે તથા “પરમતત્ત્વને સાક્ષાત્કાર થાય છે; જે સમયે એને કેવલ્યમુકત યા તે વિદેહી કિવા “જીવનમુકત કહેવાય છે. એ પરમતત્ત્વને સાક્ષાત્કાર ઔપાધિક ગુણના વિષયાનંતર થાય છે. મતિ, શ્રતાદિ ગુણો પણ ઔપાધિક ગુણો છે, કારણ કે-આવરણના સર્વથા વિલયજન્ય નથી, અતઃ આત્માના સ્વભાવભૂત નથી, પરંતુ ક્ષાપશમિક હોઈ વિભાવરૂપ છે. એથી જ એવા ગુણોના વિષયાનંતર જ પર તત્ત્વ કિવા જગતને સાક્ષાત્ આવિષ્કાર થાય છે. એ આવિ. કારના અસ્તિત્વકાળમાં કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી અને માત્ર સામયિક બંધ હોય છે તથા જગત્ પ્રતિ સર્વથા ઉદાસીન વલણ હોય છે.
આવી ઉત્કટ દશા “ફલાવંચક જીવને પ્રાપ્ત થાય છે. જ્યારે શુભ ઉપગપૂર્વક શુભ ક્રિયાઓનું દત્તચિર આરાધન થાય છે, ત્યારે એ ક્રિયાઓના ફળને અવંચિત કરવાની અર્થાત્ સફળ કરવાની યોગ્ય દિશા પ્રાપ્ત થાય છે, જેના વેગે આમરમણતા રૂપ શુદ્ધ કિયામાં સમતા યા તે અભેદ ઉપાસનારૂપ નિર્વિકલ્પ દશામય શુદ્ધ ઉપગદ્વારા રમણતારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ફલાવંચક જીવને જાગર દશામાંથી પણ કે જે સમ્યગદષ્ટિ સંયમી આદિને હોય, તેથી આગળ વધી માત્ર આત્માનુભવરૂપ “ઉજાગરદશા પણ પ્રાપ્ત થઈ જાય છે. જે અનુભવદશા માત્ર સ્વસંવેદ્ય છે પણ શબ્દદ્વારા વાચ્ય નથી, મનદ્વારા ગમ્ય નથી અને ચક્ષુદ્વારા દશ્ય નથી; આમ છતાં નિષેધ્ય પણ નથી જ. કારણ કે-તે તે જીવને અનુભવસિદ્ધ છે. એવું પણ સંભવિત છે કેજેનું આંશિક પણ આલેખન થઈ શકે નહિ, બલકે જે ક૯પતેનાથી પણ અકલ હોય તે પણ તે તો અનુભવથી ગમ્ય થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org